STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

સીધી સાદી વાત

સીધી સાદી વાત

1 min
67

માયાવી સૃષ્ટિમાં, સંબંધો જીવનને આપે આકાર છે,

સંબંધોની દુનિયામાં, વાતચીતનો આધાર છે,


જાતજાતની વાતો, ભાતભાતના સંબંધો છે દુનિયામાં,

સંબંધોની દુનિયામાં, ‘સીધી વાત’ સુત્રધાર છે,


પ્રતિબધ્ધતા અને પારદર્શિકતા છે સીધા માણસની પરખ,

‘સીધી વાત’ આ ગુણો અને મુલ્યનિષ્ઠાથી સદાબહાર છે,


‘સીધી વાત’ બની રહે છે જિંદગીનો એક સુવિચાર,

સંબંધોમાં પ્રમાણિકતા અને સ્પષ્ટતાની એ દ્વાર છે,


કરો ભલેને દુનિયાભરનું વાંચન, કે કરો ગમે તેટલા સેમિનાર,

સંબંધોની સફળતા માટે માત્ર ‘સીધી વાત’ જ સાર છે,


બધા લોકો જો અપનાવી લે આ ‘સીધી વાત’નો સંસ્કાર,

તો પછી, સંસારનો દરેક સંબંધ બની રહે કંસાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract