STORYMIRROR

Neha Desai

Abstract

3  

Neha Desai

Abstract

તો, વાત અલગ હતી

તો, વાત અલગ હતી

1 min
38

બે ચાર કવિતા કે શાયરી, 

લખવાથી શું ફેર પડે ?

શાયર એક ખાસ હોત, 

તો વાત, અલગ હતી !


કલમમાંથી ધારદાર શબ્દો કે, 

આંખમાંથી આંસુથી શું ફેર પડે ?

દિલમાં એક સળગતી જ્યોત હોત,

તો વાત, અલગ હતી !


બે ચાર વાહ વાહ કે તાળીઓની,

દાદથી શું ફેર પડે ?

મહેફિલમાં કાબિલે તારીફ હોત,

તો વાત, અલગ હતી !


બે ચાર નિસાસા, કે પ્રયત્ન 

કરવાથી શું ફેર પડે ?

નસીબ સાથે હોત,

તો વાત, અલગ હતી !


બે ચાર દિવસ કે વરસ,

'ચાહત'થી જીવવાથી શું ફેર પડે ? 

જિંદગી, સદા પ્રેમથી જીવાતી હોત,

તો વાત અલગ હતી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract