કપાયેલી કેક
કપાયેલી કેક
શેઠના જન્મદિવસ પહેલાં દીકરો એક કેક લાવ્યો,
પરંતુ પિતાને કેકનો ફ્લેવર પસંદ જ ન આવ્યો,
એ દિવસે એક અલગ જ કેક આવશે એવું બોલીને,
શેઠાણીએ પોતાનો રુતબો સૌની સામે જ જતાવ્યો,
લાચાર નોકરડીને કેક ફેંકી ને આવવા જણાવ્યું,
ગરીબ બાઈના મનમાં વિચાર અતિ ઉત્તમ આવ્યો,
અધકચરી થયેલી કેક પોતાની ઘરે લઈ આવી,
હોંશેહોંશે એ દિવસે જન્મદિવસ દીકરાનો મનાવ્યો,
મીણબત્તીઓનો મેળ તો ક્યાંયથી પડ્યો નહીં,
સુંદર મજાનો દીવડો કેકની નજીક પ્રગટાવ્યો,
ખોલીઓના બધાં છોકરા હાજર હતાં પાર્ટીમાં,
નાનો નાનો ટુકડો પેટમાં અમૃત પાક સમજી પધરાવ્યો.
