હવે તમે ના આવજો
હવે તમે ના આવજો
હવે તમે ના આવજો
ઈશ્વરને કહો કે હવે તમે ના આવજો
પૃથ્વી પર અવતરણ હમણાં ના કરજો
આવો તો પણ તમારી ઓળખ છૂપાવજો,
શેતાનો બધી જગ્યાએ ગોઠવાઈ ગયા છે
ભ્રમિત કરે છે, વાતોમાં ના આવજો,
કોઈ સારો રસ્તો તમે કાઢજો
અહીં પ્રદેશ પ્રદેશે ભગવાન બની બેઠા,
તમે દાવો કરાવો તો જેલમાં જ જાશો,
એકબીજાને ઉતારી પાડવાની હોડમાં
પોતાને શ્રેષ્ઠ ગણતો અહમ બહુ જોશો,
સામાન્ય માનવી મૂંઝવણમાં છે શું કરવું ?
કોને સાચો ને કોને જૂઠો ગણવો ?
પરખ કરનાર માટે મહેનત બહુ કરશો !
ઈશ્વરને કહો કે હવે તમે ના આવજો.
