વિદેશી દુનિયા
વિદેશી દુનિયા
વિદેશી દુનિયામાં મન છે મોહ્યાં
લોકો વિદેશ જવા થયા છે ઘેલા
ધન, વૈભવની લાલચમાં જન્મદાતાને છે ભૂલ્યા
તારલાંની ચમકમાં ચાંદની રોશનીને છે ભૂલ્યાં
કેવા મોહ માયામાં છે ફસાયા....
વિદેશની જાહોજલાલીમાં જન્મભૂમિને જ છોડી
બધું મળે છે વિદેશમાં, બસ સંસ્કાર ભૂલાય જાય છે.....
પૈસા કમાવામાં ને કમાવામાં પરિવાર માટે સમય ફાળવવાનું ભૂલી ગયો છે,
આજે માણસ મશીનની જેમ સતત કામ કરે છે,
જિંદગીને જીવે છે પણ તેને માણવાનું ભૂલી ગયો છે,
ભૂલી ગયો છે ગામની માટીની સુગંધ
ભૂલી ગયો મિત્રો સાથે સીમાડે રખડતો હતો....
ભૂલી ગયો માના મીઠાં હાલરડાં
ભૂલી ગયો માતા પિતાનો પરિશ્રમ
ભૂલી ગયો ઘર આંગણે રમાતી રમત
માણસ વિદેશી દુનિયામાં ખોવાય ગયો.
