તારા નામની મહેફિલ
તારા નામની મહેફિલ
જામી છે મહેફિલ તારા નામની
જામી છે મહેફિલ તારી વાતની,
જામી છે મહેફિલ તારા સૌંદર્યની
જામી છે મહેફિલ તારા રૂપની,
વાટ જોવાય છે મહેફિલ તારા આવવાની
જામી છે મહેફિલ તારી યાદની
જામી છે મહેફિલ તારા વિનાની જિંદગીની.....
નીરખી જાય છે ક્યાં યાદો
ને રહી જાય છે શમણાંમાં તારી વાતો,
નયનો મિંચતા રચી જાય છે તારી તસ્વીર
સવારે ઊઠીને દરવાજો ખોલતાં જ
મલકાતો હરખાતો તારો ચહેરો દેખાય છે....
મૃગજળ સમી આંખો ખોલતાની સાથે
તું અદ્રશ્ય થઈ જાય છે....
તારા નામની મહેફિલ રોજ જામે છે.

