STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Tragedy Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Tragedy Inspirational

24-9 પુણ્યતિથિ

24-9 પુણ્યતિથિ

1 min
227

કંઈક ખૂટતું લાગે છે ભઈલા

કંઈક છૂટતું લાગે છે મારા વ્હાલા વીરા,


દુઃખોનું પોટલું ઉઠાવવું ભારે લાગે છે

મનની વાતો મનમાં સંગ્રહ કરી લઉં છું,

મારું દુઃખ બસ મારા પૂરતું કરી લઉં છું,


તારા સિવાય મને કોઈ સમજવાવાળું નથી 

એટલે શબ્દોને મૌનનું આભૂષણ સજાવી લીધું છે,


કયારેક મન થાય છે કે પંખી બની

તારી દુનિયામાં આવી જવું,

જ્યાં પપ્પા, બા, માસી ને તું રહે છે,


એ દુનિયામાં કાયમ માટે વસી જવું

મારાં વીરા તારા વિના બધું ખોવાયેલું લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract