STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Inspirational Thriller

3  

Shraddhaben Kantilal Parmar

Inspirational Thriller

ઘર ઘરની કહાણી

ઘર ઘરની કહાણી

2 mins
0

ઘર ઘર ની કહાણી 

                           જયારે ઘરના બધા નિર્ણયમાં ઘરની વહુને પડતી મૂકી ને દીકરીની રાય લેવામાં આવતી હોય તે ઘર ઝાઝું ટકી ન રહે. પારકાની વહુ વ્હાલી ને પોતાની વહુ ખોટી કેમ લાગે છે..? જયારે તમે સારા પ્રસંગમાં વહુને પડતી મુકો ને પછી તમે આશા રાખો વહુ પાસે કે ઘરને ને તમને સાચવશે તો શું₹"xd s એ શક્ય છે ખરું. 

                             કહેવાય છે જેવું વાવશો એવું જ લણશો. વહુ ને માન સન્માન ને બધી વાતે પૂછશો તો એ પણ પોતાના સમજી બધી વાત તમારી માનશે પણ અને કહેશે પણ સલાહ નથી જોઈતી કોઈને સાથ જોઈએ છીએ.દીકરી વ્હાલી લાગે છે ને વહુ આંખે ખટકે છે. વહુને દીકરી કહેવાથી નથી બની જતી પણ એની સપોટમાં ક્યારેક ઉભું પણ રહેવું પડે છે. સાસુ સસરા બની હુકમ કરશો તો એ ક્યારેય દિકરી નહીં બને ઘરને સ્વર્ગ બનાવું હોય તો બધાનો સાથ જરૂરી છે. જયારે તમે એના દુઃખમાં ભાગીદાર બનશો તો ક્યારેકય કોઈ દીકરાને કહેવું નહીં પડે કે મારા મા બાપને સાચવજે. વહુ સાથે સારો વ્યવહાર કરશો તો આપોઆપ સાચવશે.

                           એક વાર માવતરની જેમ સાચવી તો જુઓ. ઘણી દીકરીઓ એવી પણ હોય છે જે પોતાના મા બાપની વાત મને છે ને ઘરના સાસુ સસરા ને ઘણકારતી પણ નથી. તે દિકરીને થોડુંક સમજવાની જરૂર છે ઘરમાં બે વાસણ હોય તો ખખડે પણ ખરા પણ એટલા બધા પણ ન ખખડવા જોઈએ કે ખોબે ખોબા પડી જાય. નાની નાની વાતોને જતી કરી સુખ શાંતિથી જીવવું જોઈએ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational