હીરાબાનો હીરલો
હીરાબાનો હીરલો
હીરાબાનો હીરલો,
અદ્ભૂત ને વીરલો.
ભારતમાતાની છે શાન.
વીરલો..
જન્મદિનને જેણે,
ખાસ બનાવ્યો.
હૈયાનાં હેત થકી,
સૌએ વધાવ્યો.
સર્વેને એનાં માટે માન.
વીરલો...
તોળી તોળી બોલતો,
માનવને તોળતો.
ભ્રષ્ટાચાર ઉપરનો,
પડદો એ ખોલતો.
ચારેકોર ફરતું એનું ધ્યાન..
વીરલો...
શબ્દમાં ટંકાર છે,
ક્યાંય ન હુંકાર છે.
અંતર ઓમકાર છે,
મા ભોમનો ધબકાર છે.
ભારતમાતાની છે શાન.
વીરલો....
ભારતનો ડંકો સારા,
જગમાં બજાવ્યો.
નિષ્ઠાને સેવાથી,
દેશને સજાવ્યો.
રાખે હૈયે ધર્મનું ગુમાન.
વીરલો....
સાવજ બનીને,
છાતી છપ્પનની રાખતો.
ભલભલાની બેવફાઈ,
જરીએ ના સાંખતો.
ભારતમાતાનું અભિમાન
વીરલો.
