પ્રિય પત્ની
પ્રિય પત્ની
મકાન ચણું, હું તો મારા ખ્યાલમાં,
ચાલો પાયો તો નખાશે હું ઉત્સાહમાં,
વિચારીને આયોજન કર્યુ કે - હપ્તામાં,
ફોન એક ગામડેથી ભાગ્યો ઉતાવળમાં,
મૂડી બધી વપરાઈ હોસ્પિટલમાં,
દુઃખ ભૂલી ગયો મમ્મીના સ્મિતમાં,
વળી પાછો ગૂંચવાઈ ગયો ઘરેડમાં,
થઈ બચત પાછી ને દીકરી પારણામાં,
મકાન લીધું અમે, મૂડી થોડી ને હપ્તામાં,
નસીબ દીકરીનાં, હું પડ્યો વિચારમાં,
પત્નીએ માથું હલાવ્યું હકારમાં,
મેં પણ હસી દીધું એ સંમતિમાં,
જીવનસંગિની મારી કુશળ કરકસરમાં,
ખુશી કહો કે અમે અતિ આનંદમાં,
એના વિના ન થાય કંઈ પરિવારમાં,
ન હોય કદી મન મારું ચિંતામાં,
મા-બાપ મારાં એની માવજતમાં,
બાળકો રહે હરહંમેશ કિલ્લોલમાં,
પીએ સંગ 'ચા', કમાલ ચાની ચુસ્કીમાં,
દાળનો સ્વાદ એના વઘારમાં,
વરસનો જાદુ એના અથાણામાં,
યશ આપું બધો એને હું, હું તો છું કચાશમાં,
પત્ની કહે આપણે રહીશું ક્યારે એ મકાનમાં,
તમારી નોકરી તો થયા કરે બદલીમાં,
મે કહ્યું શું રહીએ એ ખાલી મકાનમાં,
પ્રેમથી સજાવે તું જે, ફેરવાઈ જશે ઘરમાં,
વર્ષોવર્ષ પસાર થાય, એકમેકના સ્નેહમાં.

