STORYMIRROR

purvi patel pk

Abstract

3  

purvi patel pk

Abstract

ઊગ્યો દિવસ

ઊગ્યો દિવસ

1 min
114

ઊગ્યો દિવસ આજે શુકનવંતો, હૈયે મારે આજે હરખ ના માતો, 

રમવાને આવ્યા હું ને સહેલીઓ, જો ને મારી અંબા ગરબે રમે,


શંખલપુર ગામે બિરાજતી, આવી પૂનમની રઢીયાળી રાતડી,

રમવાને આવે લક્ષ્મીનારાયણ....જો ને મારી અંબા..


નવલ કસુંબી રંગ રેલાયો, અંબિકાવનમાં વનરાઇ ખીલી છે,

રમવાને આવ્યા બ્રહ્માણી....જો ને મારી અંબા..


પાયલના પગલે ને ઘૂઘરીના રણકારે, મેં તો સજ્યા આજ સોળ શણગાર રે,

રમવાને આવ્યા શિવજીને પાર્વતી.... જો ને મારી અંબા..


દુ:ખિયાના દુ:ખ દૂર કરે, લંગડાનેય તું ગરબે રમાડે, આનંદનો ગરબો હું તો ગવડાવું....જો ને મારી અંબા ગરબે રમે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract