કાવેરી
કાવેરી


કાવેરી સરિતા વિશાળ દક્ષિણે મોટી નદી સાગરે
બ્રહ્મગિરિ નગે વહે સરસ શોભાવે જળે દેશને,
સોનાની બનતી ધરા તવ જળે પ્રાણી પંખી પોષતા
નીચે ધોધ વહે વળી પશ્ચિમ ઘાટે મીઠું પાતાળમાં,
પાડોશે ધુનિ ક્રિષ્ણા ગુરુ સખી ગોદાવરી છાવરે
તારે નામ વહે નદીય ગુજરાતે નાનકી મીઠડી,
ભાસે દૂરસુદૂર સાગર સમી બોછાર શોભા ઘણી
લાંબે માસ વહેવું ને સતત તારાં દિલ દીવાં કરે,
કાવેરી સરિતા વિશાળ દક્ષિણે મોટી નદી સાગરે
મીઠાશે તટિની અગાધ જળ આપે વને ખેતરે.