વિચાર
વિચાર
કરવો છે વિચાર આજ વિચાર ઉપરે
વતન એનું વસે દિમાગ શિર છાપરે,
નાતજાત મોટી વળી વિચારની અતિ
સારી નરસી સાચી ખોટી ભ્રમિત મતિ,
સમજ એની અતિ જટિલ ને અટપટી
બિન રંગ રૂપ સુગંધ છદ્મવેશી, કપટી,
ઈરાદો, ધારણા, કલ્પના, રૂખની માયા
ઉદ્દેશ કાયા ખુશીનો નથી પોતાની કાયા,
ખ્યાલ એકલો કે વિશાળ પ્રવાહ ચિંતન
અસ્તિત્વ મૂલ્યની પ્રવૃત્તિ ટકી રહેવું તન,
વાસ્તવિકતા લક્ષી નિષ્કર્ષ તરફ દોરવું
ક્રિયા પ્રતિક્રિયા અર્થઘટન કંઈક ચોરવું,
વિમર્શ સમજવું અનુભવવું નવું ધારવું
મસ્તિષ્ક ભેજું થાકે વિચારે બહેર મારવું,
કર્યો છે વિચાર આજ જરા વિચાર ઉપરે
નથી અંત આટલે અનંત વિચારો ભૂપરે.