STORYMIRROR

Neha Desai

Abstract

3  

Neha Desai

Abstract

હોય છે

હોય છે

1 min
220

કોઈક એક જીવનમાં ખાસ હોય છે

એનાથીજ લાગતો આઘાત હોય છે,


વિચારોનાં વંટોળમાં તણાઈ જવાય છે

કોઈ એક ખ્યાલ પાણીદાર હોય છે,


વાણીથી સચવાય છે બધાં સંબંધો

પણ મૌન વધારે અસરદાર હોય છે,


દિલ દોડી જાય છે જ્યાં લાગણી મળે

હૃદયને ક્યાં દોડવા ઢાળ હોય છે,


આંખના પલકારામાં જીવાય છે જિંદગી

બાળપણ ઘડપણનું સાથીદાર હોય છે,


લાગણીઓનું ગણિત છે અટપટું

'ચાહત'ની શેષ અવિભાજ્ય હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract