STORYMIRROR

Ranjana Solanki Bhagat

Abstract

3  

Ranjana Solanki Bhagat

Abstract

ચોમાસું

ચોમાસું

1 min
250

ચાતક ઝીલે જો વરસતા નીર ચાંચે,

તો મોરનાં પીંછામાં મેઘધનુષ નાચે,


લીલૂડી ધરતી જો અષાઢના અવસર ઉજવે,

વૃક્ષોનાં પાને-પાને ને ડાળે-ડાળે શ્રાવણના ઝૂલા ઝૂલે,


મુગ્ધાના હૈયે જો મિલનનો તરવરાટ જાગે,

તો પિયુના દીલમાં પણ વિયોગના કાંટા વાગે,


આમ તો ચોમાસું આવે વર્ષે એકવાર,

કુદરતના બાળ રાહ જુએ થઈ બેકરાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract