દયા કર
દયા કર
દયા કર ઓ દાતા,
મહેર કર તું હવે માવડી..
કંકણ કંટક ભર્યા
દુષ્કર આ પથ પર
આગળ ના ચાલી શકું
આ કદમોથી બે હાથભર.
ગુના કરી દે માફ સધળા
સહાય કર તું માવડી...
ડગમગે છે પગ મારા,
ના કાયા રહી કહ્યામાં..
છાતી મારી હાંફતી,
ના કષ્ટ સહ્યા જાય મા..
કૃપા કરી દે, તુજ બાળ પર
સહાય કર તું માવડી..
દયા કર ઓ દાતા,
મહેર કર તું હવે, માવડી.
