Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rekha Shukla

Abstract Drama Romance

3  

Rekha Shukla

Abstract Drama Romance

વરસ્યો મેઘ મુશળધાર

વરસ્યો મેઘ મુશળધાર

1 min
176


સપ્તરંગમાં ઢળી ગઈ કેટકેટલી વાતો

વસંતમાં લીલીછમ્મ હરિયાળી ઓઢી,

વરસ્યો મેઘ મુશળધાર,


પોઢી ચરણે પ્રેમીકા લાલ ચટક રંગાતો

પાનખરે પહેરી છે ખરતા પર્ણની જાતો,

વરસ્યો મેઘ મુશળધાર,


પીળા ઓરેંજી કથ્થઈ રંગની રે ભાતો

નિઃવસ્ત્ર કડકડતી ઠંડી ગરમ વૃક્ષી વાતો

વરસ્યો મેઘ મુશળધાર,


ગર્ભમાં સૂતુ ટીલુપ્સ પાથરે રૂડી ભાતો

બાંધણીના ટપકાં ઉગ્યા ચોરે નીખરાતો

વરસ્યો મેઘ મુશળધાર,


શ્યામવર્ણી ભીની ભીની ઝરમરી રાતો

ધોધમાર ભીંજવે વરણાગી તુજનો નાતો

વરસ્યો મેઘ મુશળધાર,


કૄષ્ણ કૄષ્ણમાં રોજ વહેતો મુજમાં ન્હાતો

શબ્દ અર્થ વ્યાકરણમાં છંદ રહી ગુંચાતો

વરસ્યો મેઘ મુશળધાર,


પીળો ગરમાળો જાંબુડીયો વાદળે ખીલતો

ઝાંકળમાં હું ટપકી તું વાદળીનો વરતાતો

વરસ્યો મેઘ મુશળધાર,


કાળા ડિબાંગ વાદળે શ્વેતરંગી મુજ જાણતો

આડ કરી ભસ્મની શિવજીએ ભગવો નાતો

વરસ્યો મેઘ મુશળધાર.


Rate this content
Log in