STORYMIRROR

Hiren Maheta

Abstract Fantasy Inspirational

3  

Hiren Maheta

Abstract Fantasy Inspirational

લીલા આકાશના શમણાં

લીલા આકાશના શમણાં

1 min
235

નવરંગી આભલામાં ટાંકી દીધેલાં મેં નટખટ, નવેલાં ને નમણાં, જો ને મારા લીલા આકાશના શમણાં...

ખુલ્લી રે આંખે એને નજર્યું સૌ લાગે, આંખ ઢાળું તો જો ને ભૂંસાતા, હસવુંય કેમ ! ક્યાંક વાદળ બને !


ને આંખ લુછું તો ભેળા લૂછાતા, ભોળી રે હું તો ! અહીં જાગતી રે બેઠી, કે થાશે બપ્પોર વેળા બમણા,

જો ને મારા લીલા આકાશના શમણાં…વલોણાં આદરું તો માખણ જેમ મ્હોરે, ને કુવે જઉં ત્યાં તો છલકાતા,


ચૂલે જઈ બેસું તો બળબળે આંખોમાં, ઘંટીના પડમાં મલકાતા,ઘેલી રે હું !

એમ જાળવીને બેઠી કે ઉગમણા ઉગવાના હમણાં,જો ને મારા લીલા આકાશના શમણાં…

પાલવને છેડલે મેં ગાંઠ બે મારી કે મળવાની થાશે વેળા, મનડામાં ઝૂરતી સાંજ ને સવાર પણ કેમેય ન થાતા ભેળા, ભૂલી રે હું તો !

કે શમણાં ને ઘેર પણ બેઠેલી માનીતી રમણા,જો ને મારા લીલા આકાશના શમણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract