કરવી છે વાતો
કરવી છે વાતો
આવ રે નિકટ આવ ફરી વાર મળ,
કે કરવી છે ઘણી બધી વાતો તારી સાથે..
અતીત કડવું કારેલું, આજને જીવ બેન,
કાલ ભૂલીને આજે જમીએ ભેળાભેળ,
કે કરવી છે ઘણી બધી વાતો તારી સાથે,
બચપણમાં ન ભળ્યા, ન જીવ્યાં સાથે સંગાથે,
જીવી જાણીએ હવે કર સુમેળ,
કે કરવી છે ઘણી બધી વાતો તારી સાથે,
ઝરમર વરસી ગઈ કંઈ કેટલીય વાદળીઓ,
આંખો ન વરસાવીશ હવે, થશે મનમેળ,
કે કરવી છે ઘણી બધી વાતો તારી સાથે,
થોડી તારી, થોડી મારી, ભૂલ બંનેની હતી,
જતું કર થોડુંક તું, થોડું વધુ હું આગળ,
કે કરવી છે ઘણી બધી વાતો તારી સાથે,
સહોદર બેઉ, મતભેદ સો, બોલ કેમ પાલવે !
પૈતૃક સંપત્તિ છીનવા કાં તું ધીંગાણું કરે ! મળ,
કે કરવી છે ઘણી બધી વાતો તારી સાથે,
એકલી મને પજવો ધણી-ધણીયાણી બેઉ,
અહીંનું અહીં જ ભોગવવાનું, કેમથી જીવીશ !
કે કરવી છે ઘણી બધી વાતો તારી સાથે.
