ઘર
ઘર
‘ઘર ઘર’ રમતા એ પણ હોય છે એક ઘર
એક ઘર એવું જે પસીનાનાં અત્તરથી હોય તરબતર,
મકાન અને ઘરમાં હોય છે બહુ ફરક
ઘર જોઈએ ધ્વજા વગરના મંદિર જેવું માતબર,
ઘર તો હંમેશા હોવું જોઈએ આવકાર આપતું
મહેમાનોની ગુંજથી જ ઘર થાય છે ઉજાગર,
ઘર હોય ગમે તેટલું મોટું અને ભર્યું ભાદર્યું
મા વગર લાગે એવું જાણે ‘ખાવા જાય છે ઘર’,
મા-બાપને જિંદગીમાં સતાવતો હોય છે એક જ ડર
ઘર ને ઘરમાંથી ના બનાવવું જોઈએ અલગ ઘર,
ભલે ને રહીને આવ્યા હો દુનિયાભરના દેશો અને ઘરોમાં
વતનનાં ઘર જેવું કશુંય નથી મનહર.
