Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Abstract

3  

Neha Desai

Abstract

નહીં કરુ

નહીં કરુ

1 min
163

માનું છું તને, પણ આજીજી નહીં કરું,

પામવાને તને હવે, કોઈ પ્રયત્ન નહીં કરું !

શ્રદ્ધા ‘ને ભક્તિથી વંદુ છું તને,

પણ, પગમાં આળોટી વિનંતી નહીં કરું !

આપી છે તેં ઘણીયે અડચણઅને વળી અવરોધો,

રસ્તાનાં પથ્થરને હવે ઠોકર મારી દૂર નહીં કરું !

કસોટીઓ ઘણી કીધી તેં શ્રદ્ધાની,

જ્યોત એ ઓલવવાની ભૂલ નહીં કરું !

સારો કળાકાર જીવી જાય છે પાત્રને,

પાત્રને જ અસલ વ્યક્તિ માનવાની ભૂલ નહીં કરું !

માન્યું કે તું જ કર્તા ‘ને તું જ છે હર્તા,

પણ તને ભગવાન બનાવનાર માનવની,

શું તું કદર નહીં કરું?

Rate this content
Log in

Similar gujarati poem from Abstract