વરસાદનું વાવેતર
વરસાદનું વાવેતર
ધીમે ધીમે આભ પરથી ધરા પર છાંટા પડ્યા હતાં,
ધીમે ધીમે વાદળનાં ઓટા ઉપર છાયા પડ્યા હતાં,
કાદવ કીચડમાં સરળતાથી ચાલી તો શકાય છે,
ખુલ્લાં રસ્તામાં ચારેકોર કાંટા જ કાંટા પડ્યા હતાં,
વાદલડીને માત્ર રણ હોય ત્યાં જ વરસવું હતું,
તે બાજુનાં રસ્તા પર આડા ડુંગરાઓ નડ્યા હતાં.
મૃગજળ પામવા દોડે છે હરણાંઓ વર્ષોથી,
તે મન જ પામવા ધરા પર છાંટા પડ્યા હતાં.
