મા
મા
પુરી જીવસૃષ્ટિમાં જોઈ જાવ, મા તો જાણે ભગવાનનું વરદાન છે,
ભગવાન પહોંચી શકે નહીં ઘેર ઘેર,
એટલે માને આપ્યું આ સન્માન છે,
સંબંધોની દુનિયામાં, મા ના સંબંધ સામેલાગે બધા સંબંધ વામણા,
ગરીબ હોય કે અમીર, માનું વ્યક્તિત્વ દરેક જગ્યાએ જાજરમાન છે,
આધિ, વ્યાધી કે ઉપાધિ, દરેકમાં સાંભરી આવતી હોય છે, મા
કોઈ પણ હોય સમસ્યા, મા પાસે બધી ચીજોનું સમાધાન છે,
દુનિયાના સારામાં સારી હોટલના વ્યંજન આવી શકે નહીં એના તોલે
પ્રેમથી પુલકીત માની દરેક વાનગી પ્રસાદી અને પકવાન છે,
જરૂર પડે તો મા મારે, પણ જિંદગીમાં ક્યારેય માર ખાવા ન દે,
પોતાના સંતાનના સુખ માટે, જિંદગીભરમાં ખૂબ સભાન છે,
મા ના મહિમાને શબ્દોમાં કેમ કરીને સંજોવી શકાય,
મા ના પ્રેમને પામવા તો ભગવાને પણ બનવું પડે મનુષ્ય સમાન છે,
‘સૌરભ’, સમયની સાથે તો દરેકની મા પામે છે, અલવિદાની શાન
જ્યારે રહે નહીં મા, ત્યારે પણ મા ના પડઘાય નિશાન છે.
