ગુરુજી હવે કૃપા કરી ઉગારો
ગુરુજી હવે કૃપા કરી ઉગારો
સાખી :-
ગુરુ મળે તો ભવ તરે, નીપજે જ્ઞાન અમાપ
ડોલતી નાવ સંસાર સાગરે, ગુરુ ઉતારે પાર.
હે. ગુરુજી મારા કૃપા કરીને ઉગારો,
સતગુરુ તમને લળી લળી લાગુ હું પાય,
સંસાર સાગરમાં આજે ભૂલો પડ્યો હું
ખારા આ જળમાં સદા તરસ્યો રહ્યો હું
હે... ગુરુ મારી નૈયાને પાર ઉતારો...
સતગુરુ તમને લળી લળી લાગુ હું પાય,
આંધી તોફાન ઘણાં સહેતો આ જીવનમાં
કુળ કપટથી ઘણો વળખ્યો આ જીવનમાં
હે... ગુરુજી મને મારગ સત્યનો બતાવો..
સતગુરુ તમને લળી લળી લાગુ હું પાય..
મીઠડી માયા વળગી મુને આ જગતની
ઝાંઝવા પાછળ ભટકતી રહી આ જિંદગી
હે..ગુરુ મારી શૂરતા ગગને પહોંચાડો..
સતગુરુ તમને લળી લળી લાગુ હું પાય..
ગુરુ કર્યા પછી સમજ્યો થોડું સત્ય હું
ચરણો રહી તમારા, થોડું સમજ્યો સત્ય હું
ગુરુ હવે સાચી ભક્તિનો મારગ દેખાડો-
સતગુરુ તમને લળી લળી લાગુ હું પાય..
ગુરુ પુનમ કેરો આ મહિમા જગ જાણતું
મોક્ષ કેરા દ્વાર ગુરુ તવ ભક્તોને દેખાડજો
હે. 'રાજ સદા તવ ચરણે ઝૂકે આ શીશ મારુ
સતગુરુ તમને લળી લળી લાગુ હું પાય..
હે.. ગુરુજી મારા કૃપા કરીને ઉગારો,
સતગુરુ તમને લળી લળી લાગુ હું પાય.
યહ તન વેશકી વેલરી ગુરુ અમૃત કી ખાણ શીશ દીયે જો ગુરુ મિલે, તોભી સસ્તા જાણ.
