શિક્ષક
શિક્ષક
દરેક સભ્ય સમાજ માટે, શિક્ષક એક મજબૂત આધાર છે,
સમાજને સાચી દિશા આપવામાં શિક્ષક સૂત્રધાર છે,
જ્ઞાન વિનાનું જીવન હોય છે, હંમેશા અંધકારમય
અજ્ઞાન દૂર કરતો શિક્ષક, વિદ્યાની રોશનીનો દ્વાર છે,
શિક્ષક અને રસ્તાઓનો વિસ્તાર હોય છે એક જેવો જ,
પોતે રહીને સ્થિર, આપણને કરાવે મંઝિલ પાર છે,
પોતાની મુશ્કેલીઓ અને વિડંબનાઓથી હોય છે પર,
સમાજની ખેવના કરતો શિક્ષક, સાચા અર્થમાં દિલદાર છે,
સમાજની બદલતી જરૂરિયાત અનુસાર, પોતાને ઢાળી દે છે શિક્ષક
પરિવર્તનના પવનને, પામી જવા માટે, શિક્ષક પુરો તકેદાર છે,
શિક્ષક હોય છે એક સાગર જેવો, જે રહે છે પોતાની મર્યાદામાં,
શિસ્ત, ક્ષમા અને કરુણારુપી નદીના સંગમનો કરાવે દિદાર છે,
શિક્ષકનું ઋણ તો, કોઈ પણ સમાજ ના શકે ઉતારી,
ગોવિંદથી પણ ગુરુને, વધુ માન આપવાના આપણા સંસ્કાર છે,
સાચું કહ્યું છે ચાણકયે, શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી,
સાચો શિક્ષક જાણે સમાજ માટે બની રહે એક અવતાર છે.
