દાદા દાદી
દાદા દાદી
દાદા દાદી શબ્દ કાને પડતા, થાય એક અલગ અહેસાસ છે,
આપણા સહુની જિંદગીમાં, દાદા દાદીનુંસ્થાન ખાસ છે,
પૌત્ર પૌત્રીની જિંદગીમાં, ક્યારેય થવા નથી દેતા ઉદાસીનું અંધારું,
સાથે હોય દાદા દાદી તો પછી, ખુશાલીનું ચારે તરફ અજવાસ છે,
જિંદગીના બગીચાના, ખૂબ જ કુશળ માળી છે, આપણા દાદા દાદી
એ હોય સાથે ત્યાં સુધી,
જિંદગીના બગીચામાં મહેકતી સુવાસ છે,
મૂડી કરતા વ્યાજ લાગતું હોય છે, હંમેશ સહુને વધુ પ્યારું,
પૌત્ર પૌત્રી માટે, દાદા દાદીને આ વાતનું થાય ભાસ છે,
નાનકડા પૌત્ર પૌત્રી માટે, દાદા દાદી હોય છે, સહુથી વ્હાલા,
દાદા દાદી સાથેનું જો હોય બચપન, તોતેમાં મસ્ત મધુરાશ છે,
સંયુક્ત કુટુંબમાં દાદા દાદીનું સ્થાન, હોય છે, હંમેશા કર્તા જેવું
દાદા દાદી થકી સંયુક્ત કુટુંબનું, થાય સાર્વત્રિક વિકાસ છે,
સંયુક્ત કુટુંબથી વિભકત કુટુંબ તરફની દોડે,
સર્જી છે, ઘણી વિડંબનાનો ત્રાસ
દાદા દાદી પડી ગયા છે, એકલા અને લાચાર, કુટુંબ ભાવનાનું થયું રકાસ છે.
