હે ત્રિપુરારી દર્શન આપો
હે ત્રિપુરારી દર્શન આપો
જય હો તમારી હે ત્રિપુરારી,
હે ત્રિપુરારી ત્રિશૂળધારી,
આવીને તમે કષ્ટો કાપો,
હે ત્રિપુરારી દર્શન આપો,
ઉરમાં થોડી દયા તો લાવો,
લાડકડીને ના રડાવો,
હે ત્રિપુરારી હવે તો આવો,
આવી મુજને લાડ લડાવો,
એક તમે છો આધાર મારો,
નથી જગમાં કોઈ સહારો,
સંકટમાંથી આવી ઉગારો,
ભવસાગરથી પાર ઉતારો,
હું છું લાડકી તમારી,
કાલી ઘેલી છે વાણી મારી,
ક્ષમા કરી દો મારા પાપો,
હે ત્રિપુરારી દર્શન આપો.
