તમને લાડકી પોકારે
તમને લાડકી પોકારે
શંભુ શરણે મુજને લઈલો રે,
તમને લાડકી પોકારે,
લાડકી પોકારે વા'લા વા'લુડી પોકારે,
માથું રાખ્યું તમ ચરણે રે,
તમને લાડકી પોકારે,
ખોળે લઈલો મુજને રે,
વા'લા વા'લુડી પોકારે,
ધ્યાન ધરું એક ચિત્ત હું થઈને રે,
તમને લાડકી પોકારે,
દર્શન દેજો મુજને રે,
વા'લા વા'લુડી પોકારે,
નામ રટું હું શ્વાસે શ્વાસે રે,
તમને લાડકી પોકારે,
વા'લા વા'લુડી પોકારે,
શંભુ શરણે મુજને લઈલો રે,
તમને લાડકી પોકારે,
લાડકી પોકારે વા'લા વા'લુડી પોકારે.
