તમને લાડકી પોકારે
તમને લાડકી પોકારે
1 min
167
શંભુ શરણે મુજને લઇલો રે,
તમને લાડકી પોકારે,
લાડકી પોકારે વા'લા વા'લુડી પોકારે.
માથું રાખ્યું તમ ચરણે રે,
તમને લાડકી પોકારે,
ખોળે લઇલો મુજને રે,
વા'લા વા'લુડી પોકારે.
ધ્યાન ધરું એક ચિત્ત હું થઈને રે,
તમને લાડકી પોકારે,
દર્શન દેજો મુજને રે,
વા'લા વા'લુડી પોકારે.
નામ રટું હું શ્વાસે શ્વાસે રે ,
તમને લાડકી પોકારે,
વા'લા વા'લુડી પોકારે.
શંભુ શરણે મુજને લઇલો રે ,
તમને લાડકી પોકારે,
લાડકી પોકારે વા'લા વા'લુડી પોકારે.
