દોહિત્રી તો રમકડાં નું ટોપલું માગે...
દોહિત્રી તો રમકડાં નું ટોપલું માગે...
1 min
7
દોહિત્રી તો રમકડાં નું ટોપલું માગે,
લઇ આલોને નાનાજી.
આટલું સાંભળતાં નાનાજી હરખાયા,
હાલ્યા હટાણું કરવાને.
ચૂંટી ચૂંટી ને ટોપલું ભર્યું,
લઇને ધેર આવ્યા રે.
બોલાવો બોલાવો બેનબા ને બોલાવો,
આપી રમકડાં મનડાં મનાવો.
પૌત્રી તો રમકડાં નું ટોપલું માગે,
લઇ આલોને દાદાજી.
આટલું સાંભળતાં દાદાજી હરખાયા,
હાલ્યા હટાણું કરવાને.
ચૂંટી ચૂંટી ને ટોપલું ભર્યું,
લઇને ધેર આવ્યા રે.
બોલાવો બોલાવો બેનબા ને બોલાવો,
આપી રમકડાં મનડાં મનાવો.
