આવજો મારા નાથ
આવજો મારા નાથ
1 min
10
આવજો મારા નાથ,
આવજો મારા નાથ,
કૈલાસવાળા વિનવું તમને,
આવજો મારા નાથ.
લાડકીને જરૂર પડી છે આજ,
આવજો મારા નાથ,
લાડકી કરે છે સાદ,
કૈલાસવાળા વિનવું તમને,
આવજો મારા નાથ.
નહીં આવો તો તમારી ભક્તિ લાજશે આજ,
ત્રિશૂળવાળા વિનવું તમને,
ત્રિશૂળ ઊપાડો આજ,
આવજો મારા નાથ.
હું મધદરિયે ફસાઈ આવીને તારો આજ,
ડમરુવાળા વિનવું તમને,
ભક્તિની તમે શક્તિ બતાવો,
કરી ડમરુનો નાદ,
આવજો મારા નાથ.
