STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

લખાવું છું

લખાવું છું

1 min
198

નવી સમજ, નવી નજર મળે પછી લખાવું છું 

નજીક દિલની છો કહી અહીં ઘણું જતાવું છું,


નથી કદીય હારવું છતાં વિચાર આવતો !

અગર મગર કરી જીતી ગયાં પછી બતાવું છું,


પહેલ કાયમી એની જ હોય માફી માંગવા,

ને લાગણી થકી અહીં ફરી ફરી જણાવું છું, 


પકડ જમાવવા ઘણા પ્રયાસ એકલાં કર્યા 

પછી જરાક શાનથી પ્રવેશતાં જમાવું છું,


સદા નિભાવતો રહ્યો ફરજ બધીય હું અહીં, 

કદાચ કાલ કંઈ નહીં મળે કહીં ડરાવું છું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Abstract