હસ્તરેખા
હસ્તરેખા
હાથની રેખામાં
શોધું કાન્હા તારું નામ..
પણ
આ હસ્તરેખા
આડા અવળી
રેખા તારાં નામની ન બતાવે,
હરિ હરિ કરતાં
યુગો વિત્યા
હર જન્મે
તારી સંગ રાધા ને રુકમણી જ,
મીરા તો જોગન બની,
પણ...
હું આશ નહીં છોડું,
હસ્તરેખામાં નથી નામ સખી ?
તો શું થયું..
ભીતર..
હૃદય પર કોતરાયું નામ..
બે શરીર એક મન...
ન રાધા
ન રુકમણી
ન મીરા
તું કાન્હાની સખી
હરિની હરિપ્રિયા...
હા ! હરિપ્રિયા જ.
