ઓળખ
ઓળખ
આપણો જ વ્યવહાર,
બની રહેતો હોય છે,
આપણો સાચો પરિચય,
આપણા સંસ્કાર,
બતાવતા હોય છે,
આપણી સાચી ઓળખ,
દસ્તાવેજ તો હોય,
સાચા ખોટા કે નકલી,
દુનિયા એનાથી ચાલતી,
ચાલાક વધતા,
ચાલાકી પણ વધી ગઈ,
અને ઠગાઈ શરૂ થઈ,
આજે ઓળખ માત્ર,
દસ્તાવેજની જ ગણાય,
બીજું કંઈ પણ ન જોવાય.
