માનવી
માનવી
હોય બધાની
અલગ અનુભૂતિ,
છે તે જ વ્યક્તિ.
નથી થતો એ,
એકમત કયારે,
જુદા વિચારે.
ઊંચે ચડશે,
નિસરણી સમજી,
માથે બીજાને.
થશે નહીં એ,
કદીયે નિસરણી,
બીજા ના માટે,
મુઠ્ઠી ઊંચેરા,
હોય છે બહુ થોડા,
આજના યુગે,
રાજ કરે છે,
આવા જ માનવીઓ,
લોકોના દિલે.
