ભાષા
ભાષા
અભિવ્યક્તિ જે,
પોતાના વિચારોની,
કરે તે ભાષા.
સમજી અને,
સમજાવે બીજાને,
કામ ભાષાનું.
બની રહે છે,
લાગણીઓનો પુલ,
વ્યક્તિઓ માટે.
આંખોની પણ,
હોય છે એક ભાષા,
વાંચી જાણે તો.
હાવભાવની,
હોય છે એક ભાષા,
જો સમજાય.
પુરા વિશ્વમાં,
સૌથી શ્રેષ્ઠ ગણાવી,
છે માતૃભાષા.
પશુ પંખીઓ,
બોલતા હોય ભાષા,
ન સમજાય.
બધા જીવોને,
કુદરતે આપી છે,
અમૂલ્ય ભેંટ.
