ભરી દે
ભરી દે
કટકે કટકે સહીને હવે જાણે થાકી ગયા,
ફેંસલો હવે ઠોકરોનો એક સાથે કરી દે.
વ્યસ્તતામાં ખુદ માટે પણ વખત નથી રહ્યો,
તું હવે તારો જાણી થોડો થોડો ભરી દે.
આ વખત મારો વારો છે જીતી જઈશ,
પણ તેના માટે એક તક મને ફરી દે.
આજુબાજુ અટવાયો છું આ દુનિયાની,
બહાર હું નીકળી શકું સલાહ તું ખરી દે.
પારખી શકું પોતાના-પારકા સૌ કોઈને,
નજર આ નયનની તું મને એવી નરી દે.
