પ્રશ્નો
પ્રશ્નો
1 min
165
પ્રશ્નો અવનવા સતત સળગ્યા કરે છે
વાંધો નથી ઉત્તરો તેના મળ્યાં કરે છે.
ઘડી દુઃખ તો વળી ક્ષણિક સુખ પણ,
મોડ જિંદગીનો સતત વળ્યાં કરે છે.
નથી કોઈ સંદેશ ઉદાસી ચહેરા પર,
દિવસ બસ વિચારોમાં ગળ્યા કરે છે.
સમાવી લીધું મુઠીમાં ખોબા જેટલું,
તોય ખામી તેની સતત ખલ્યા કરે છે.
મારા એકાંત તારા કરતા બહુ પર છે,
વગર સમજે અંદાજ લગાડ્યા કરે છે ?
