બસ તું ધાર તો
બસ તું ધાર તો
કામ સઘળાયે સરળ થઈ જાય, બસ તું ધાર તો,
દુનિયા પણ મુઠીમાં થઈ જાય, બસ તું ધાર તો.
ખુદથી હારીને હવે સૌ અહીં થાકી ગયેલા છે,
ઉભા તું તેને પણ કરી શકે, બસ તું ધાર તો.
વાતો સતત આપણે બીજાની જ સાંભળીશું ?
આવી શકે તું પણ દુનિયા સમક્ષ, બસ તું ધાર તો.
નથી કરવા કાંઈ વાતોના ગપાટા, શાંતિ જાળવ,
મૌન તું પણ સમજાવી શકે પોતાનું, બસ તું ધાર તો.
કોઈ વાત કે વસ્તુ અઘરી નથી દુનિયામાં તારા માટે,
'પ્રતીક'ને પણ માત દઈ શકે પળમાં, બસ તું ધાર તો.
