મંજિલ
મંજિલ
નથી મંજિલ સુધી આજે મારે પહોંચવું,
હવે અડધે પહોંચી એમ થાય છે કે કયા અટકવું
સાથીઓ પણ એવા મળ્યા કે ટૂંકો લાગ્યો રસતો,
હું આજે કૂતરાની જેમ એકલો ભસતો.
બસ ફક્ત યાદો જ રહી જાય છે અમુક પળની,
જેમાં સાથ હોય કોઈકનો વાત કરું છું એ પળની.
થમાવી લઉં સમય ને પણ જો શત હોય મારી પાસે,
ગ્રહી તમામ યાદી,મન અને હૃદયમાં રાખું મારી પાસે.
તરુવરની છાયામાં મન મારુ ફસાયું એ રીતથી,
ફસાયો જેમ ખેડૂત આજે વરસાદના ગાજવીજથી.
કૃતિ મારી આ જોઈ જે હર્ષની લાગણી અનુભવશે,
નક્કી સાચો ખેડૂતપુત્ર હશે એજ આ સમજશે.
કોઈક સારા તો વળી કોઈક ખરાબ
અનુભવની યાત્રા કરી આગળ વધુ છું,
જાણી લીધા આજે બધાના મનને
હું મારા મન મુજબ આગળ વધુ છું.
ભાન નથી રહી તો પણ બુદ્ધિશાળી પોતાને સમજો,
નથી દુનિયામાં તમારા જેવો કોઈ જ્ઞાની એવું સમજો.
પોતાને લીધે જ આ દુનિયા ચાલે છે એમ સમજો,
આવો આ ક્રમ આખી જિંદગી રહે બસ એમ સમજો,
સાચા સંબંધથી કોઈનું હૈયું ઘાયલ થઈ જાય
સમય જતાં તેમાં ઘણા બધા ફેરફાર થઈ જાય,
હોય પારકા એ પણ પોતાના થઈ જાય,
આમ પોતે પોતાનાથી પણ પરાયા થઈ જાય.
