આશ
આશ
1 min
35
એક પછી એક નિરંતર નવી આશ,
પ્રશ્ન આ ક્યારેય નથી ઉકેલાતો.
ગુમાવુ છું હું રોજ-રોજ નવું-નવું,
સિલસિલા આ ક્યારેય નથી થમતો.
પોતાનું ધાર્યું એકાદ વાર પણ ના કરે,
તે માણસ પણ કોઈને નથી ગમતો.
બેસી કિનારે ફક્ત વાતો કર્યા કરે,
કદી કિનારો તેને પણ નથી મળતો.
ગમે તે કરું છતાં આવું બનતું જ નથી,
એકેય દિવસ કદી સરખો નથી મળતો.
