ફરી બાળક થાવું છે
ફરી બાળક થાવું છે
નિખાલસ મન પોતાનું લાગે કેવું મજાનું,ના કોઈની ચિંતા ના કોઈનો પણ ડર
મારે તો બસ આવી મોજ મજા પહેલાની, તે લેવા ફરી બાળક થાવું છે,
હોય પોતે કેવું અણસમજુ, તો પણ બધા પર રાજ કરતું દેખાય છે,
મારે તો પોતાનું મૌન તે સમજવા, ફરી બાળક થાવું છે,
સૌને રમાડતું ને સૌની સાથે રમતું, ને સૌને મોહક પમાડતું લાગે છે,
મારે તો બાળપણની તે રમતો રમવા, ફરી બાળક થાવું છે,
આજે જોવું છું આ બાળકને તો મન પોતાનું ભૂતકાળ યાદ કરે છે,
મારે તો માતાનું તે ધાવણ ધાવવા, ફરી બાળક થાવું છે.
