નવસર્જન
નવસર્જન


ભૂતકાળને ભૂલી, આવ.. કરીએ વિચારનું નવસર્જન,
સંબંધોમાં પડેલી તિરાડને, સમજણનું કરીએ નવસર્જન,
હતાશ થયેલા ચહેરાને, હાસ્યનું કરીએ નવસર્જન,
સાત સૂરોના સથવારે, સંગીતનું કરીએ નવસર્જન,
ભેદભાવનું આવરણ હટાવી, એકતાનું કરીએ નવસર્જન,
'પ્રણવની કલમે' શબ્દોની હારમાળ, જ્યાં છે કવિતાઓનું નવસર્જન.