કાનૂન
કાનૂન
વિચારી દિમાગે બહુ ઘડ્યું કાનૂનવિદેપુસ્તક
કરીશું લોક કલ્યાણ મળી અમને ઉમદા તક,
પ્રાધ્યાપકે આખેઆખા પાને પાનાં ભણાવ્યાં
કોઈક મુદ્દા ખુબજ અગત્યનાં ખાસ જણાવ્યાં,
નાખ્યાં ગોખી વિદ્યાર્થી ફકરાં દિમાગ બંધીશ
કોઈક બન્યાં વકીલ ને કોઈ મોટાં ન્યાયાધીશ,
વકીલે વાક્યે દીધી દરબારે ધારદાર દલીલ
સરકારી વકીલે શબ્દમાં ઉતારી નાખી લીલ,
કાજીએ અલ્પ ને પૂર્ણવિરામથી પૂરું કર્યું કાજ
ગુનેગાર છૂટ્યાં નિર્દોષ સૌએ કર્યું પછી રાજ,
વિચારી દિમાગે બહુ ઘડ્યું કાનૂનવિદેપુસ્તક
રદ્દીવાળાને કિતાબો કાનૂની સસ્તી મળી તક.