Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩૩

સરદારનું ગીત - ૩૩

1 min
516


બારડોલી સત્યાગ્રહ-૧ (ઈ,સ, ૧૯ર૮)

અન્યાય બારડોલીને, સરકારે કરેલ રે;

ને વધાર્યું મહેસૂલ, અન્યાયથી ભરેલ રે,

અનેક કારણો શોધી, આકારણી કરેલ રે;

પાકા મારગની એમાં, ગણતરી થયેલ રે,


વધારો ઢોર-વસ્તીનો, બાકી રહી ન જાય રે;

ઘણાં પાકાં મકાનોની, ગણતરી કરાય રે,

ગણ્યો ભાવ વધારાને, સમૃદ્ઘિનું નિશાન રે;

વધે ગણોતધારો તો, લેખાય ધનવાન રે,


જમીન આવકો તેમાં, સુધરેલ ગણેલ રે;

શોધીને કારણો આવાં, કર વધુ કરેલ રે,

પણ આકારણી આવી, ખોટી જાહેર થાય રે;

સરકાર કરે એવું, લોકો હેરાન થાય રે,


એન્ડર્સને કરી દીધો, એનો ખુલ્લો વિરોધ રે;

ને જયકરને દીધો, ભૂલોનો ખૂબ બોધ રે,

છતાં ગણોતધારામાં, તેઓની ભૂલ થાય રે;

તેથી વધુ મહેસૂલ, ત્રીસ ટકા કરાય રે,


પૂછયા જોયા વિના તેણે, આકારણી કરેલ રે;

તેથી વેરો નખાયો’તો, અન્યાયથી ભરેલ રે,

જાંચ સમિતિએ તેની, ઝાટકણી કરેલ રે;

રેવન્યુ મેંબરો પાસે, ખર્ચ આંક ધરેલ રે,


તાલુકાના કિસાનોની, સભા એક ભરાય રે;

વધુ ન ભરવો વેરો, એવો ઠરાવ થાય રે,

છતાં ધરે નહિ ધ્યાને, એ વાત સરકાર રે;

ને હુકમો વસૂલીના, પાડી દીધા બહાર રે,


મળ્યા વલ્લભભાઈને, લોકો લેવા સલાહ રે;

તેઓએ સાંભળી વાત, ચીંધ્યો કઠિન રાહ રે,

હો ભરવા ન તૈયાર, મહેસૂલ જરાય રે;

તો નિરંતર આપીશ, લડાઈમાં સહાય રે,

**

લોકોની જાણવા ઈચ્છા, આગેવાનો ફરી વળે;

તૈયારી સઘળી જોઈ, લડત કરવા મળે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract