STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - પ૧

સરદારનું ગીત - પ૧

1 min
491

મુંબઈ કોંગ્રેસ (ઈ,સ, ૧૯૩૪)

જુલાઈ ચૌદના છૂટયા, જેલથી સરદાર રે;

ઘણા નેતા ગયા આવી, જેલમાંથી બહાર રે,

કોંગ્રેસના ભરાયાને, વીતેલ ત્રણ સાલ રે;

વિચાર સૌ કરે તેથી, જોવા લાગેલ હાલ રે,


મુંબઈ થાય કોંગ્રેસ, એવું નક્કી કરાય રે;

ઓકટોબરના અંતે, દિન-વાર રખાય રે,

કોંગ્રેસ છોડવા ગાંધી, તૈયાર થૈ’ ગયેલ રે;

ઘણાએ આ વિચારોનો, વિરોધેય કરેલ રે,


સરદારે દઈ ટેકો, સ્વીકારેલ વિચાર રે;

પછી પાડેલ ગાંધીએ, નિવેદન બહાર રે,

કરવા દૂર પોતાનો, સાથીઓ પર બોજ રે;

કોંગ્રેસથી થવા દૂર, આવે વિચાર રોજ રે,


પૂર્ણસ્વરાજ લેવામાં, તટસ્થ રૈ’ શકાય રે;

સમજાવી શકું સૌને, અવી શ્રદ્ઘા રખાય રે,

નક્કી કરેલ ટાણાએ, અધિવેશન થાય રે;

મુખ ઉપર લોકોનાં, ઉત્સાહ પરખાય રે,


અહીં કરેલ ગાંધીએ, કોંગ્રેસને સલામ રે;

સદા રાખેલ તૈયારી, કરવા દેશકામ રે,

એ પછી ચૂંટણી માટે, વાગી રહેલ ઢોલ રે;

સરદાર કરે કામ, પ્રચારમાં અમોલ રે,


પૈસાની જોગવાઈમાં, ખીલેલા સરદાર રે;

ફર્યા મદ્રાસ-પંજાબ, યુ,પી, દિલ્લી બિહાર રે,

બહુમતી ઘણા પ્રાંતે,  કોંગ્રેસે મેળવેલ રે;

મુંબઈ નગરે હાર, કોંગ્રેસની થયેલ રે,


લોકમત ચડાવે છે, ઠોકરે સરકાર રે;

બદદાનતનો શોધે, પુરાવો સરદાર રે,

પત્ર હેલેટનો ગુપ્ત, તેઓએ મેળવેલ રે;

ને સરકારની નીતિ, ખુલ્લી પડી ગયેલ રે,

**

આ સરદારની થાય, ઘણી રીતે વગોવણી;

એના જવાબ આપેલા, સરદારે ગણી ગણી,

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract