STORYMIRROR

Ramesh Bhatt

Abstract

3  

Ramesh Bhatt

Abstract

ઉજાગરો

ઉજાગરો

1 min
28.2K


જ્યારે

તારી આંખોના ખૂણે

ભીનાશ દેખાય ત્યારે

અરીસો

મને ખખડાવી નાખે

તે પહેલાં

હું તારા લાંબા

રેશમી વાળમાં

આંગળીઓ પરોવી તને

પસવારું અને તને

તરત ઊંઘ આવી જાય

તો

મારો

પરોક્ષ પશ્ચાતાપ

ફળીભૂત થાય છે.


પણ તે રાતે

મને ઊંઘ નથી આવતી...

પ્રિયે..

હું અને રાત જાગરણના

નામે

ઉજાગરો કરીએ છીએ

કદાચ...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract