STORYMIRROR

Drsatyam Barot

Abstract Inspirational

3  

Drsatyam Barot

Abstract Inspirational

નેતા અને પ્રજા

નેતા અને પ્રજા

1 min
28K


દેશના નેતા ઘણાંયે કારભારી હોય છે,

એમની વાતો વતનને મારનારી હોય છે.


છેતરે છે રોજ એ ભોળી પ્રજાને એટલે,

એ જ જનતા એમને પણ લૂંટનારી હોય છે.


દેશદ્રોહીને સદાએ વોટ આપે જે પ્રજા,

એ પ્રજા નેતાના તળિયાં ચાટનારી હોય છે.


દર વખત બદલે નહીં નેતા નવા એવી પ્રજા,

કાયમી ઠેબા બધાનાં પામનારી હોય છે.


ધર્મ જાતીથી કરે જે ભાગલા નેતા સદા,

દેશની વાતો બધી એની ઠગારી હોય છે.


દેશ માટે વોટ નેતા માંગશે તું જાણજે,

લાભની વાતો બધી એની નઠારી હોય છે.


જે પ્રજાઓ લાભ પાછળ ભાગનારી હોય છે,

એ પ્રજાઓ દેશને પણ વેચનારી હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract