દાવ રમતો જાઉં છું
દાવ રમતો જાઉં છું
દાવ રમતો જાઉં છું,
હાર ખમતો જાઉં છું.
ભલે ના પાડે જગત,
મને ગમતો જાઉં છું.
હું નથી વાદળ છતાં,
વરસી ઝમતો જાઉં છું.
સ્થિર છું આ ભીતરે,
તો ય ભમતો જાઉં છું.
નહીં ઠરે અગ્નિ કદી,
સતત તપતો જાઉં છું.
હું ગુરુ મારો ભલો,
શબ્દ શમતો જાઉં છું.
'રશ્મિ' શું જાણું હજી,
વધુ જમતો જાઉં છું.
