Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૩૬

સરદારનું ગીત - ૩૬

1 min
547


બારડોલી સત્યાગ્રહ-૪ (ઈ,સ, ૧૯ર૮)

ભડાકા પ્રથમે લીધું, રૂડું વાલોડ ગામ રે;

દસ દી’માં ભરી દેવાં, મહેસૂલ તમામ રે,

સાથે બાજીપરા ગામે, નોટિસો બજવાય રે;

બંને ગામે છતાં કોઈ, દંડ દેવા ન જાય રે,


આપ્યા વલ્લભભાઈએ, ખુમારીનાય પાઠ રે;

તેથી ન ઝૂકવા માટે, બાંધી લીધેલ ગાંઠ રે,

ભળે ન લડતે એનો, બહિષ્કાર કરાય રે;

આ બધું જાણતા ગાંધી, ચિંતામાં અટવાય રે,


મર્યાદામાં રહેવાની, ચેતવણી અપાય રે;

સેવા દેવી ન કોઈને, એ હિંસક ગણાય રે,

ગાંધીની વાતથી લોકો, મર્યાદામાં રહેલ રે;

પૂરા લડત ગાળામાં, ભૂલી નો’તાં ગયેલ રે,


ચોથાઈ દંડ માટેની, નોટિસો ખૂબ થાય રે;

જમીન ખાલસા માટે, તાકીદોય કરાય રે,

કહ્યું વલ્લભભાઈએ, થૈ’ જાવ મજબૂત રે;

લડત આકરીમાંથી, રહેવું ન અછૂત રે,


નોટિસોથી ડરે લોકો, એ ઘણાનો વિચાર રે;

પણ હતો ન લોકોને, જરાય અણસાર રે,

જપ્તી-સામાન લેવાના, મળે નહિ મજૂર રે;

ગમે તે ધમકીઓથી, થતાં ન મજબૂર રે,


અહીં વલ્લભભાઈએ, વાણી છોડેલ વીર રે;

કરે અસર લોકોને, એવાં નાખેલ તીર રે,

ઓળખ ખેડુની સાચી, તેઓ થકી જ થાય રે;

વેઠે દુ:ખ ડરી ખેડુ, ગુંડાની લાત ખાય રે,


આવી જાગૃતિ લોકોમાં, સહે ન સરકાર રે;

સખ્તાઈ વધુ વર્તાવે, કર્યા વિના વિચાર રે,

રૈયતને વિના મળ્યે, મુલાકાતો અપાય રે;

એમાં અમલદારોનાં, જૂઠાણાં પરખાય રે,

**

જીતીને પ્રેમ લોકોનો, સમાયા દિલમાં હતા;

સરદાર થઈ તેઓ, ખેડૂતોમાં બિરાજતા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract